Monday 13 June 2016

Homeopathy & Liver Problems - Gujarati

હોમિયોપેથી અને લીવર ના રોગ

    
લીવર શરીરનું મોટા માં મોટું અવયવ છે, જે લગભગ દોઢ કીલો વજન ધરાવે છે. મોટા કદ ની ઉપરાંત તે એટલું જ અગત્ય નું અવયવ છે, અને સેંકડો જાત નાં જુદાં-જુદાં કામ પણ કરે છે. લીવર દ્વારા કરવામાં આવતા અમુક કાર્ય આ પ્રમાણે છે:
- લીવર, શરીર નું મોટાં માં મોટું કારખાનું છે જે         ઘણી જાતનાં ઉત્સેચકો (એન્ઝાઈમ્સ), પ્રોટીન, પિત્ત, કોલેસ્ટ્રોલ અને રોગ - પ્રતિરક્ષિત એન્ટિબોડીઝ નું નિર્માણ કરે છે.
- લીવર, વિટામિન, ગ્લુકોઝ અને ઘણી જાતનાં ખનિજનું સંગ્રહ કરે છે. જરૂર પડે ત્યારે આવા તત્વો ને લોહીમાં ભેળવીને, શક્તિ નો સંચાર કરે છે.
- લીવર શરીરનું ઝેરી તત્વો થી રક્ષણ કરે છે અને લોહી નું શુધ્ધિકરણ પણ કરે છે. જ્યારે પણ કંઇ ખોરાક, દવા કે દારુ લેવામાં આવે ત્યારે તેમાં રહેલા ઝેરી તત્વો ને શરીરમાંથી સાફ કરવાનું કામ પણ લીવર કરે છે.
- ઘણી જાતનાં બેકટેરિઆ/વાઈરસ ને મારી શકે તેવા પ્રકારનાં તત્વો નું નિર્માણ પણ લીવર કરી શકે છે. રોગ-પ્રતિકારક શક્તિ પણ મૂળ લીવર ને આભારી છે.

લીવર ને અશક્ત કરતા તત્વો:

     લીવર એટલું સશક્ત અવયવ છે કે ૭૦ ટકા કરતા પણ વધારે ખરાબ થઇ ગયેલું હોય, ત્યારે પણ તે કામ કર્યા કરે છે. લીવર માં ધીરે-ધીરે થઇ રહેલું નુકશાન લાંબા સમય સુધી બહાર દેખાતુ નથી. આપણે જાણે-અજાણે લીવર ને ઘણું નુકશાન પહોંચાડતા હોઇએ છીએ. દવાઓ (એન્ટી-બાયોટીક્સ, સ્ટેરોઈડ્સ, પફર્સ, પેઇન-કીલર્સ વિ.), બજાર માં મળતા તૈયાર ફુડમાં મિશ્રિત અકુદરતી પ્રીઝર્વેટીવ્ઝ, ફ્લેવર, અને કલર, આલ્કોહોલ તથા નશા-કારક ડ્રગ, જંતુ-નાશક દવા, ક્રુત્રિમ ખાતર, ફેક્ટરી માં સામાન્ય રીતે હવા માં મિશ્રિત કેમીકલ્સ, બેકટેરિઆ અને વાઈરસ માં રહેલા ઝેરી તત્વો વિ. લીવર ઘણું જ નુકશાન પહોંચાડે છે.

અશક્ત લીવર ને લીધે થતી તકલીફ:
 
   અશક્ત લીવર ને લીધે શરીર ને સેંકડો જાતનાં રોગ લાગુ પડી શકે છે, જેમા નાં અમુક દાખલા નીચે પ્રમાણે છે:  
- પેટ ને લગતા - કબજિયાત, અપચો, ગેસ, હરસ-મસા, કમળો વિ.
- ચામડી ને લગતા – ઍલર્જી, શીળસ, કરચલી, કાળાશ, વેરીકોઝ વેઈન્સ, સોજો વિ.
- તરેહ-તરેહ ની જાત નાં ઓટો-ઇમ્યુન રોગ, ઈન્ફેક્સન્સ, ફેટી-લીવર, હાઈ-કોલેસ્ટ્રોલ, અશક્તિ, દૂબળા-પણું કે મેદસ્વી-પણું વિ.
- નબળું થઇ ગયેલું લીવર, બીજાં અગત્ય નાં અવયવો જેમકે હૃદય, ફેફસાં, કિડની, હાડકાં ને પણ ઘણાં જ નબળાં કરી દે છે.

હોમિયોપેથી અને લીવર ની સંભાળ:


   હોમિયોપેથીક દવા નબળાં થઈ ગયેલાં લીવર ને ફરીથી સશક્ત કરવામાં ખુબજ મદદ કરે છે. ઉપરોક્ત દર્શાવેલ તત્વો થી થયેલ કઇ પણ પ્રકાર ની આડ-અસર અથવા તો ઝેરી અસર ને દૂર કરવા હોમિયોપેથી માં ઘણા જ પ્રકાર ની દવાઓ છે. આ દવાઓ ઝેર નાં એન્ટી-ડોટ તરીકે કામ કરે છે. વધારામાં હોમિયોપેથીક દવાઓ ની કોઇ પણ પ્રકાર ની આડ-અસર ના હોવાને કારણે તે લીવર ને કોઇ પણ પ્રકાર નું નુકશાન પહોંચાડયા વગર સશક્ત કરે છે. 

No comments:

Post a Comment