Sunday, 10 July 2016
Saturday, 2 July 2016
Monday, 13 June 2016
Homeopathy in Skin Diseases - Gujarati
ચામડીનાં રોગ અને હોમિયોપેથી
આગળના લેખમાં હોમિયોપેથી કેવી રીતે શરદી-ખાંસી-દમ માં, દુખાવા માં અને લીવર નાં રોગમાં મદદરૂપ થઈ શકે છે તે વિશે આપણે જાણ્યું. આજે આપણે હોમિયોપથી, ચામડી નાં રોગ માં કેવી રીતે મદદરૂપ થઈ શકે તે વિશે કંઇક જાણીએ.
ચામડી (ત્વચા) નાં કાર્યો
મનુષ્ય નાં કૂલ વજન માં ચામડી નું વજન લગભગ ૧૬% જેટલું હોય છે, અને લગભગ ૨
ચો. મી. જેટલું ક્ષેત્રફળ ધરાવે છે. ત્વચા કૂલ ૨૦-૨૫ જાતનાં કાર્ય બજાવે છે, જેમા
નાં ચાર મુખ્ય કાર્ય નીચે પ્રમાણે છે:
- રક્ષણ – ત્વચા ઘણી જાતનાં જીવાણુ
ને શરીર ની અંદર દાખલ થતાં રોકે છે અને રક્ષણ કરે છે
- સંચાર – ત્વચા અતિ સંવેદનશીલ અંગ
છે, જે બહાર ની દુનિયા સાથે સંચાર કરવામાં મદદરૂપ થાય છે
- તાપમાન નિયમન – ત્વચા ની સપાટી અને
ત્વચા માં રહેલી પરસેવાની ગ્રંથિ શરીરનાં તાપમાનનું નિયમન કરે છે.
- ત્વચા, પરસેવા રૂપે વધારાનું પાણી,
ક્ષાર તથા ઝેરી તત્વો ના નિકાસ નું પણ કામ કરે છે.
ચામડી નાં રોગ નાં પ્રકાર અને રોગ થવા નાં કારણ
ચામડી નાં રોગ ઘણા પ્રકાર નાં હોય છે – સાદા જુદાં-જુદાં કલર નાં ડાઘ થી
માંડી ને કેન્સર સુધી હોઈ શકે છે. સામાન્ય રીતે ડાઘ (discoloration,
blemishes, chloasma, etc), ખીલ (acne, pimples), ખરજવું (eczema),
સોરિઆસીસ (psoriasis), કોડ (leucoderma, vitiligo), ફુગ
(fungal, pityriasis, ringworm etc.), શિળસ (urticaria,
allergy) વિ. વધારે જોવા મળતાં હોય છે.
ત્વચા, હવામાન માં રહેલાં ઘણા-બધા ઝેરી તત્વો થી આપણા શરીર નો બચાવ કરે છે.
તેને શરીરનાં સંરક્ષણ ની પહેલી હરોળ (first line of defence) માનવા
માં આવે છે. ત્વચા ની સંપૂર્ણ તંદુરસ્તી નો આધાર પૌષ્ટિક આહાર, પૂરતો આરામ, સારી
આદત, અનુકૂળ હવામાન, પ્રફુલ્લિત મન વિ. છે. ઉપરોક્ત બાબત માં કોઈ પણ પ્રકાર નાં
ફેરફાર ત્વચા રોગ ને આમંત્રણ આપી શકે છે. હોમિયોપેથી અને ચાઇનીઝ-મેડીસીન માં એવું
પણ માનવા માં આવે છે કે જ્યારે પણ શરીર નાં મુખ્ય અવયવ જેમકે ફેફસું, શ્વાસ-નળી,
લીવર, હોજરી-આંતરડું, લોહી વિ. નું કાર્ય નબળું પડે, ત્યારે તેનાં ચિન્હ ચામડી ઉપર
પણ જોવા મળે છે. આ ઉપરાંત માનસિક ઉચાટ, તાણ, તકલીફ કે બીમારી પણ ચામડી નાં રોગ માં
પરિણામી શકે છે (Psycho-somatic).
હોમિયોપેથીક સારવાર
સામાન્ય રીતે બીજી બધી સારવાર પધ્ધતિ માં ચામડી નાં રોગ ને દૂર કરવા માટે
તરેહ-તરેહ નાં લોશન, ક્રીમ કે ઓઇન્ટમન્ટ વાપરવા માં આવતા હોય છે. મોટા ભાગે આવી દવાઓ
માં મુખ્યત્વે સ્ટીરોઈડ ઉમેરાયેલા હોય છે. સ્ટીરોઈડ વાળી દવા ચામડી ઉપર રહેલાં
લક્ષણો ને દૂર કરી દે છે, પણ અંદરનાં રોગને
મટાડી શકતી નથી. થોડા દિવસમાં જ રોગ નાં ચિન્હ બીજી નવી જગ્યાએ દેખાવા માંડે છે,
અથવા તો તે રોગ અંદર બીજાં અવયવ ને નુકશાન પહોંચાડે છે. દાખલા તરીકે ખરજવું અથવા
તો સોરિઆસીસ ને દબાવી દેવાથી દમ લાગુ પડી શકે છે.
હોમિયોપેથીક દવા, દરદી નાં પગ થી માથા સુધીનાં ચિન્હ, તથા તેના સ્વભાવને પણ
ધ્યાનમાં રાખીને પસંદ કરવામાં આવે છે. આ રીતે પસંદ કરેલી દવા દરદીને અંદરથી સાજો
કરે છે, અને તેની રોગ પ્રતિકારક શકિત ને વધારે છે. ચામડી નાં રોગને બહારથી થોડા
સમય માટે ગાયબ કરવાને બદલે અંદરથી સંપૂર્ણ રીતે અને કાયમ માટે જડ-મૂળ થી મટાડે છે.
તે ઉપરાંત શરીરનાં બીજાં મુખ્ય અવયવ નાં કાર્ય માં સુધારો કરી ચામડી નાં તથા અન્ય કોઈ
પણ પ્રકાર નાં રોગને થતો અટકાવે છે. અને આમ, દરદી સાચા અર્થમાં તંદુરસ્ત કરે છે.
Homeopathy & Liver Problems - Gujarati
હોમિયોપેથી અને લીવર ના રોગ
- લીવર, શરીર નું મોટાં માં મોટું કારખાનું છે જે ઘણી જાતનાં ઉત્સેચકો (એન્ઝાઈમ્સ),
પ્રોટીન, પિત્ત, કોલેસ્ટ્રોલ અને રોગ - પ્રતિરક્ષિત એન્ટિબોડીઝ નું
નિર્માણ કરે છે.
- લીવર, વિટામિન, ગ્લુકોઝ અને ઘણી જાતનાં ખનિજનું સંગ્રહ કરે
છે. જરૂર પડે ત્યારે આવા તત્વો ને લોહીમાં ભેળવીને, શક્તિ નો સંચાર કરે છે.
- લીવર શરીરનું ઝેરી તત્વો થી રક્ષણ કરે છે અને લોહી નું
શુધ્ધિકરણ પણ કરે છે. જ્યારે પણ કંઇ ખોરાક, દવા કે દારુ લેવામાં આવે ત્યારે તેમાં
રહેલા ઝેરી તત્વો ને શરીરમાંથી સાફ કરવાનું કામ પણ લીવર કરે છે.
- ઘણી જાતનાં બેકટેરિઆ/વાઈરસ ને મારી શકે તેવા પ્રકારનાં
તત્વો નું નિર્માણ પણ લીવર કરી શકે છે. રોગ-પ્રતિકારક શક્તિ પણ મૂળ લીવર ને આભારી
છે.
લીવર
ને અશક્ત કરતા તત્વો:
લીવર એટલું સશક્ત અવયવ છે કે ૭૦ ટકા કરતા પણ વધારે ખરાબ થઇ ગયેલું હોય,
ત્યારે પણ તે કામ કર્યા કરે છે. લીવર માં ધીરે-ધીરે થઇ રહેલું નુકશાન લાંબા સમય
સુધી બહાર દેખાતુ નથી. આપણે જાણે-અજાણે લીવર ને ઘણું નુકશાન પહોંચાડતા હોઇએ છીએ.
દવાઓ (એન્ટી-બાયોટીક્સ, સ્ટેરોઈડ્સ, પફર્સ, પેઇન-કીલર્સ વિ.), બજાર માં મળતા તૈયાર
ફુડમાં મિશ્રિત અકુદરતી
પ્રીઝર્વેટીવ્ઝ, ફ્લેવર, અને કલર, આલ્કોહોલ તથા નશા-કારક ડ્રગ, જંતુ-નાશક દવા, ક્રુત્રિમ
ખાતર, ફેક્ટરી માં સામાન્ય રીતે હવા માં મિશ્રિત કેમીકલ્સ, બેકટેરિઆ અને વાઈરસ માં
રહેલા ઝેરી તત્વો વિ. લીવર ઘણું જ નુકશાન પહોંચાડે છે.
અશક્ત
લીવર ને લીધે થતી તકલીફ:
અશક્ત લીવર ને લીધે શરીર ને સેંકડો જાતનાં રોગ લાગુ પડી શકે છે,
જેમા નાં અમુક દાખલા નીચે પ્રમાણે છે:
- પેટ ને લગતા - કબજિયાત, અપચો, ગેસ,
હરસ-મસા, કમળો વિ.
- ચામડી ને લગતા – ઍલર્જી, શીળસ,
કરચલી, કાળાશ, વેરીકોઝ વેઈન્સ, સોજો વિ.
- તરેહ-તરેહ ની જાત નાં ઓટો-ઇમ્યુન
રોગ, ઈન્ફેક્સન્સ, ફેટી-લીવર, હાઈ-કોલેસ્ટ્રોલ, અશક્તિ, દૂબળા-પણું કે
મેદસ્વી-પણું વિ.
- નબળું થઇ ગયેલું લીવર, બીજાં અગત્ય
નાં અવયવો જેમકે હૃદય,
ફેફસાં, કિડની, હાડકાં ને પણ ઘણાં જ નબળાં કરી દે છે.
હોમિયોપેથી
અને લીવર ની સંભાળ:
હોમિયોપેથીક દવા નબળાં થઈ ગયેલાં લીવર ને ફરીથી સશક્ત કરવામાં ખુબજ મદદ કરે
છે. ઉપરોક્ત દર્શાવેલ તત્વો થી થયેલ કઇ પણ પ્રકાર ની આડ-અસર અથવા તો ઝેરી અસર ને
દૂર કરવા હોમિયોપેથી માં ઘણા જ પ્રકાર ની દવાઓ છે. આ દવાઓ ઝેર નાં એન્ટી-ડોટ તરીકે
કામ કરે છે. વધારામાં હોમિયોપેથીક દવાઓ ની કોઇ પણ પ્રકાર ની આડ-અસર ના હોવાને
કારણે તે લીવર ને કોઇ પણ પ્રકાર નું નુકશાન પહોંચાડયા વગર સશક્ત કરે છે.
Subscribe to:
Posts (Atom)






